મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા આવતીકાલે તા. 30ને ગુરુવારના રોજ યોજાશે. સામાન્ય સભાનું બપોરે ૧૧:૦૦ કલાકે જિલ્લા પંચાયત મોરબીના સભાખંડમાં (રૂમ નં .૧૫૦) ખાતે આયોજન કરાયું છે. જેમાં વિવિધ એજન્ડા રજૂ કરવામાં આવશે.
સામાન્ય સભામાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા આપવામાં આવશે વધુમાં તા . ૨૮/૦૯/૨૦૨૧ ની સામાન્ય સભાની બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવા, પ્રશ્નોતરી, સદસ્યો તરફથી મળનાર પ્રસ્તાવ,
જિલ્લા પંચાયત સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યુટીની વર્ષ ૨૦૨૧-૨૨ માં કરેલ જોગવાઈ પૈકી વિકાસના કામોનું આયોજન કરવા, જિલ્લા પંચાયતની વર્ષ ૨૦૨૧-૨૨ ની સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાં હેતુફેર કામ સુધારા કરવા, જિલ્લા પંચાયતની વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૨૧-૨૨ ની સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના કામોને વહીવટી મંજુરી આપવા, જિલ્લા પંચાયતની વર્ષ ૨૦૨૧-૨૨ ની રેતી કંકરની ગ્રાન્ટમાંથી વિકાસના કામોનું આયોજન કરવા, અને જિલ્લા પંચાયતની વર્ષ ૨૦૨૧-૨૨ ની રેતી કંકરની ગ્રાન્ટમાં હેતુફેર કામ સુધારા કરતા કામોને વહીવટી મંજુરી આપવા, ૧૫ માં નાણાપંચનું જિલ્લા કક્ષાનું ૨૦૨૦-૨૧ નું બાકી રહેલ ગ્રાંટનું તથા ૨૦૨૧-૨૨ ની સંભવિત ગ્રાંટનું આયોજન કરવા સહિતના એજન્ડા રજૂ કરવામાં આવશે.