Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના ટંકારા દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી પોક્સો કોર્ટ

મોરબીના ટંકારા દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી પોક્સો કોર્ટ

મોરબી જિલ્લામાં દુષ્કર્મ કેસમાં પોક્સો અદાલતે આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન કેદની આકરી સજા ફટકારી છે ઉપરાંત ભોગ બનનારના પરિવારજનોને સાત લાખના વળતર અંગે ખાતરી આપી છે.

- Advertisement -
- Advertisement -

કેસની વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ ટંકારા તાલુકાના મીતાણા પાસે વાડી વિસ્તારમાં રહીને ખેતમજૂરી કરતા પપ્પુ નારસંગ ભીલ નામનો શખ્સ ગત તા.14/5/2016 ના રોજ વાંકાનેરથી એક સગીરાને મજૂરી કામની લાલચ આપી બસમાં મોરબી લાવ્યો હતો. ત્યારબાદ મિતાણા ગામે વાડી વિસ્તારની ઓરડીમાં સાત-આઠ દિવસ ગોંધી રાખી વારંવાર તેણી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.આ કેસમાં સંડોવાયેલ આરોપી પપ્પુ નારસંગ ભુરીયા સામે ફરિયાદ થતા પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોકસો એકટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપી પપ્પુની પોલીસે ધરપકડ કરી હતી. જેની પોલીસ દ્વારા ચાર્જશીટ રજુ કરાયા બાદ કેસ અદાલતમાં ચાલી ગયો હતો જેમા ફરિયાદી પક્ષે ૧૪ મૌખિક અને ૩૨ દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.જે પુરાવાઓ અને વકીલની રજુઆતને ધ્યાને લઇ પોક્સો અદાલતે દુષ્કર્મ કરનાર આરોપી પપ્પુ નારસંગ ભુરીયાને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત ભોગબનનારને ૭ લાખનું વળતર ચુકવવા અંગે પણ કોર્ટે સરકારને હુકમ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!