Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ રાખવા જનરલ ઓબ્ઝર્વર તથા ખર્ચ ઓબ્ઝર્વરની...

મોરબીમાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ રાખવા જનરલ ઓબ્ઝર્વર તથા ખર્ચ ઓબ્ઝર્વરની નિમણુક કરાઈ

ઓબ્ઝર્વરને ચૂંટણી ખર્ચને લગતી કોઈ પણ ફરિયાદ/રજૂઆત સર્કીટ હાઉસ ખાતે રૂબરૂ મળીને કરી શકાશે

- Advertisement -
- Advertisement -

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે મોરબી જિલ્લામાં તમામ વિધાનસભા બેઠકો પર જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની નિમણુક કરવામાં આવી છે.

મોરબી જિલ્લાની ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તાર અને ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે મણિરામ શર્મા, IASની નિમણુક કરવામાં આવી છે. જેમનો સંપર્ક મો. ૯૬૩૮૫ ૩૦૦૬૫, લેન્ડલાઈન નંબર ૦૨૮૨૨- ૨૯૯૪૩૦, સર્કીટ હાઉસ, રૂમ નં- ૪, મોરબી ખાતે સવારે ૧૦:૩૦ થી ૧૧:૦૦ સુધીમાં થઇ શકશે.૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે રામચંદ્રન આર.,IASની નિમણુક કરવામાં આવી છે. જેમનો સંપર્ક મો. ૯૬૩૮૫ ૩૦૦૬૭, લેન્ડલાઈન નંબર ૦૨૮૨૨- ૨૯૯૪૨૯, સર્કીટ હાઉસ, રૂમનં-૩, મોરબી ખાતે સવારે ૧૦:૩૦ થી ૧૧:૦૦ સુધીમાં થઇ શકશે. ખર્ચ ઓબ્ઝર્વર તરીકે સિધ્ધાર્થ દાંગી, IRASની નિમણુક કરવામાં આવી છે. જેમનો સંપર્ક મો.૯૬૩૮૮ ૫૦૦૬૩, લેન્ડલાઈન નંબર ૦૨૮૨૨- ૨૯૯૪૨૮, સર્કીટ હાઉસ, રૂમ નં- ૨, મોરબી ખાતે સાંજે ૦૭:૦૦ થી ૦૮:૦૦ સુધીમાં થઇ શકશે.

આ મત વિસ્તારોના નાગરિકો ચૂંટણી ખર્ચને લગતી કોઈ પણ ફરિયાદ/રજૂઆત તેમને કરી શકે છે તેમ મોરબી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!