Sunday, May 5, 2024
HomeGujaratહળવદના સેવાભાવી યુવાન પોતાના જન્મદિવસે ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજી કરશે પ્રેરણાદાયક...

હળવદના સેવાભાવી યુવાન પોતાના જન્મદિવસે ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજી કરશે પ્રેરણાદાયક ઉજવણી

હળવદ સેવાભાવી નવયુવાન જીવદયા પ્રેમી ગૌ રક્ષક અને મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે ના જન્મ દિવસ નિમિતે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના સહયોગથી મેડિકલ કેમ્પ યોજાયો છે જેનો લાભ લેવા હળવદના જનતાને અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ મોરબીના સહયોગથી હળવદના સેવાભાવી મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપન દવેના જન્મ દિવસ નિમિતે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફ્રી દવા, એક્સ રે, ECG, RBS સહીતની સુવિધા આપવામાં આવશે. જેમાં કાર્ડીયોલોજી હદય રોગના નિષ્ણાત, ઓર્થોપેડીક હાડકાના ડોકટર, ન્યુરો સર્જન મગજ અને કરોડરજ્જુ ના નિષ્ણાત, જનરલ સર્જન જનરલ સર્જરીના નિષ્ણાત, યુરોલોજીસ્ત પેશાબ, પથરી, પ્રોસ્ટેટના નિષ્ણાત, ગાયનેકોલજિસ્ટ સ્ત્રી રોગના નિષ્ણાત, પીડીયાટ્રીક બાળકનો રોગના નિષ્ણાત અને પ્લાસ્ટિક સર્જરીના નિષ્ણાત ડોકટરો સેવા આપશે. ફ્રી મેડિકલ કેમ્પ તા. ૨૮/૦૪/૨૪ ને રવિવારના સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી હળવદના સરા રોડ, શિશુ મંદિર પદે Hes સ્કૂલ ITI કેમ્પસ ખાતે યોજવામાં આવશે. જેમાં સહયોગી સંસ્થા તરીકે વિશ્વ હિન્દુ પરિષદ, પાટિયા ગ્રુપ છોટા કાશી હળવદ, સેવા ગ્રુપ ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ યુવા ભાજપ, ધર્મ પ્રેમી સેવા મંડળ – હળવદ એજ્યુકેશન સોસાયટી, HES સ્કૂલ/ITI – શ્રી સરસ્વતી શીશુ મંદિર જોડાયા છે. જેની વધુ માહિતી માટે મોબાઇલ નં ૭૫૭૫૦ ૮૮૮૮૫ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!