ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય દ્વારા નેશનલ સર્વિસ સ્ક્રિમ અંતર્ગત યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય દ્વારા ૧૯૯૨-૯૩થી નેશનલ સર્વિસ સ્ક્રિમ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં યુનિવર્સિટી/+૨ કાઉન્સીલ, નેશનલ સર્વિસ સ્ક્રિમ એકમો તથા તેમના પ્રોગ્રામ અધિકારીઓ અને નેશનલ સર્વિસ સ્ક્રિમ સ્વયંસેવકોને એવોર્ડ એનાયત કરવામાં આવે છે.
વર્ષ ૨૦૨૧-૨૨ના એવોર્ડ માટે મોરબી જિલ્લામાંથી ઇચ્છુક ઉમેદવારોએ તા.૨૮/૦૬/૨૦૨૧ સોમવારે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં પોતાની અરજી (નામ, સરનામું, જન્મતારીખ, મોબાઈલ નંબર, ઇ-મેઈલ આઈ ડી વિગતો સાથે) પાસપોર્ટ સાઇઝ ફોટો, આધાર કાર્ડ અને જરૂરી આધાર પુરાવા સાથેની PDF ફાઇલ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના email id: [email protected] પર મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.