હળવદ તાલુકાના ટીકર ગામે પીજીવીસીએલની બેદરકારીના પાપે વિજલાઇન તુટી પડતા ખેતરમા ઘઉંના ઉભા પાકમાં આગ ભભૂકી હતી જેને પગલે અંદાજીત પાંચ વિધાના ઘઉંનો તૈયાર પાક અગામાં હોમાઈ જતા ખેડૂતને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.
ટીકરના ખેડુત ખોડીદાસભાઈ ચતુરભાઈ પટેલની વાડીમાથી પસાર થતી વીજ લાઇનમાંથી એકાએક જીવંત વીજ વાયર તૂટી ખેતરમાં પડતા ઘઉંનો ઉભા પાકમાં આગ લાગી હતી. જોત જોતામાં આગે આખા ખેતરને બાનમાં લેતા પાંચ વિધાના ધંઉનો પાક આગમાં શ્વાહા થયો હતો. પીજીવીસીએલની બેદરકારીના કારણે ખેડૂતને મોં માં આવેલ કોળોયો છીનવાઇ જતા લોકોમા આક્રોશ છવાયો હતો. બીજી તરફ બાજુના ખેતરમાં ઘઉં ઉપાડવાનું કામ ચાલુ હોવાથી આગ કાબુમાં આવી હતી અને બીજા ખેતરના પાકને બચાવી લેવાયો હતો. આ અંગે જાણ થતાં ગામના ધર્મેન્દ્રભાઇ પટેલ, પૂર્વ સરપંચ ગણેશભાઈ સહિતના ગામના આગેવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.