અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યુ છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 300 કિલોમીટર, જ્યારે જખૌ પોર્ટથી 340 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું ત્રાટકી શકે છે. જેની અત્યારથી અસર જોવા મળી રહી છે. ત્યારે મોરબી વહીવટી તંત્રની એક ઘોર બેદરકારી સામે આવી છે.
મોરબી જીલ્લાના રવાપર ગામે નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. હાલ ગુજરાતમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે અને ભારે પવન તેમજ કમોસમી વરસાદ પડશે. ત્યારે રવાપર ગામે જોખમી લોખંડ હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરીઓ બાકી છે. જેને કારણે આજે એક મોટી દુર્ઘટના સર્જાતા જરાકથી રહી ગઈ છે. મોરબીના રવાપર ગામે એક મસમોટું હોર્ડીગ બોર્ડ ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં રવાપર ગામમાં હજુ પણ મસમોટા હોર્ડિંગ બોર્ડ યથાવત છે. રવાપર ગામે હોર્ડિંગ ધરાશાયી થતા દીવાલ તૂટી પડી છે. જો કે સદનસીબે આ હોડીગ રોડ તરફ ન પડતાં જાનહાની ટળી હતી.