Saturday, July 27, 2024
HomeGujaratમોરબી તાલુકા પોલીસ મથકનાં લેન્ડગ્રેબીંગના ગુનામાં ફરાર બે આરોપીઓ કચ્છમાંથી ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ મથકનાં લેન્ડગ્રેબીંગના ગુનામાં ફરાર બે આરોપીઓ કચ્છમાંથી ઝડપાયા

રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવે મોરબી જિલ્લાના ગંભીર ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા અટક કરવાના બાકી આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાંચે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લેન્ડગ્રેબીંગના ગુનાના કામે બે નાસતા ફરતા આરોપીઓને કચ્છનાં રાપરથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગેની અસરકારક કામગીરી કરવા મોરબી એલ.સી.બી.નાં પી.આઇ. ડી.એમ. ઢોલને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ જે અંગે અસરકારક કામગીરી કરવા પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ તથા એન.એચ. ચુડાસમા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના માણસો કાર્યરત હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડની ટીમને બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લેન્ડગ્રેબીંગના ગુનાના કામે સંડોવાયેલ અટક કરવાના બાકી આરોપીઓ હાલ કચ્છના લોદ્રાણી ( વેણુસર વાંઢ ) તા.રાપર જી. પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે છે. જે ચોકકસ અને ભરોસા પાત્ર હકિકત મળેલ હોય જે અનુસંધાને હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા વશરામભાઇ રામજીભાઇ બોડાણા તથા મનસુખભાઇ રામજીભાઇ બોડાણા (રહે. બન્ને હાલ લોદ્રાણી (વેણુસર વાંઢ) ડાયાભાઇ રૂડાભાઇ બાયડના મકાનમાં ભાડેથી તા.રાપર જી. પૂર્વ કચ્છ ગાંધીધામ મુળ રહે. ઉચીમાંડલ તા.જી.મોરબી) નામના આરોપીઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!