Sunday, January 12, 2025
HomeGujaratમોરબીમાં યુવા રાજકીય આગેવાન સહિત ત્રણ સાથે આડા સંબંધની શંકાએ પત્નીને હોકી...

મોરબીમાં યુવા રાજકીય આગેવાન સહિત ત્રણ સાથે આડા સંબંધની શંકાએ પત્નીને હોકી વડે માર મારતો પતિ

મોરબીમાં રહેતા પતિએ પોતાની પત્ની પર રાજકીય આગેવાન જિમ ટ્રેનર અને સ્ટુડિયો સંચાલક એમ ત્રણ લોકો સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી હોકી વડે માર માર્યો છે તેમજ પોતાના સાળાને પણ માર માર્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીની મહિલા શ્રદ્ધાબેન એ સરદાર બાગ પાછળ રહેતા અને આરોપી નીરવ વલ્લભભાઈ રાજપરા (રહે.આદર્શ સોસાયટી સરદારબાગ પાછળ મોરબી)નામના વ્યક્તિ સાથે તેર વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા અને લગ્ન જીવન દરમીયાન સંતાનમાં એક પુત્ર વિઆનનો જન્મ થયો હતી ત્યારે બાદ સમય જતાં મહિલાના પતિ ને પત્નીના ચારિત્ર્ય પર શંકાના બીજ રોપાયા હતા જે કારણે હાલમાં શ્રધ્ધાબેન તેમના પુત્ર સાથે રવાપર રોડ આલાપ પાર્ક સોસાયટી સ્થિત પોતાના પિયરમાં રહેતા હોય ગઈકાલે તેમના પુત્ર વિયાન ને તેના પિતા અને આ ફરિયાદના આરોપી નીરવ રાજપરા ફરિયાદીને જાણ કર્યા વગર ટ્યૂશનમાંથી સીધા રમાડવા માટે તેમના સરદારબાગ પાછળ આવેલ ઘરે લઈ ગયા હતા જેથી ફરિયાદી મહિલાએ તેના ભાઈ ગૌરવભાઈ ને જાણ કરી હતી ગૌરવભાઈ એ તેમના બનેવી ને ફોન કર્યો હતો તો કહેવામા આવ્યું હતું કે રમાડવા લઇ આવ્યો છું કલાક પછી શ્રદ્ધાને મોકલજો વિયાન ને એની સાથે મોકલી દઈશ અને જેથી થોડી વાર બાદ ફરિયાદી તેમના મોટાબાપુ ગોરધનભાઈ દઢાણીયા સાથે શ્રદ્ધાબેન પુત્ર વિયાન ને તેડવા જતા તેમના પુત્ર વીયાન ને જમણા કાન નીચે ઝાપટ મરેલા નું નિશાન જોવા મળતા આ બાબતે પૂછતાં આરોપીએ જણાવ્યું હતું કે ‘એને કીધું કે તને કોઈ પૂછે તો કહેવાનું પપ્પા સાથે રહેવું છે તે ન માન્યો એટલે માર્યું’ ત્યાર બાદ આરોપી પતિ એ કહ્યું હતું કે ,તારે  રાજકીય આગેવાન, જિમ ના ટ્રેનર અને  સ્ટુડિયોના સંચાલક એન ત્રણ લોકો સાથે આડા સંબંધ છે તે બાબત સ્વીકારી લે અને ત્યાર બાદ પત્ની ને હોકી વડે આડેધડ માર માર્યો હતો આ દરમિયાન વચ્ચે પડેલા શ્રદ્ધાબેન ના મોટાબાપુ ગોરધનભાઈ ને પણ માર માર્યો હતો અને ત્યાર બાદ આવેલા ફરિયાદીના ભાઇ ગૌરવ ભાઈ ને પણ માર માર્યો હતો અને શ્રધ્ધાબેન ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ શ્રધ્ધાબેનને માથામાં ઈજાઓ થતા દસેક જેટલા ટાંકા લેવા પડ્યા હતા અને ફેક્ચર જેવી ઈજાઓ પહોંચી હતી જેથી તેઓએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જેમાં મોરબી સીટી એ ડીવીજન પોલીસે શ્રધ્ધાબેન ની ફરિયાદ ને આધારે આરોપી પતિ નીરવ રાજપરા વિરુદ્ધ આઇપીસી ૩૨૩,૩૨૪,૩૨૫,૫૦૬(૨) અને જીપી એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!