૪૫૦ બોટલ અને ૯૬ બિયરના ટીન સાથે રૂ.૧.૯૫ લાખનો મુદ્દામાલ કબ્જે, આરોપી ફરાર.
મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર સરાણીયાના ઝુંપડામાં દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે કુલ રૂ.૧.૯૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે રેઇડ દરમિયાન આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મોરબી એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કવોડને મળેલી બાતમીના આધારે રીઝન્ટા હોટલ પાસે સરાણીયા ઝુંપડા વિસ્તારમાં આવેલા રહેણાંક ઓરડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી કુલ ૪૫૦ વિદેશી દારૂની બોટલો અને ૯૬ બિયરના ટીન કિ.રૂ.૧,૯૫,૫૮૦/- મળી આવ્યા હતા. આ મામલે પોલીસે આરોપી સતિષ ઉર્ફે રઘુ તેજાભાઈ સરાણીયા રહે. મોરબી-વાંકાનેર હાઈવે રીઝન્ટા હોટલ પાસે મોરબી-૨ વાળા તેમજ તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી, આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.









