વાઘપરાથી શરૂ થયેલી યાત્રા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ પરશુરામ ધામે સમાપ્ત.
મોરબીમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાઘપરા વિસ્તારમાંથી શરૂ થયેલી યાત્રામાં બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને અંતે પરશુરામ ધામ ખાતે અન્નકૂટ-મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન પરશુરામ જન્મોત્સવ ઉજવણી અંતર્ગત પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં બ્રહ્મ સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. શોભાયાત્રા વાઘપરા શેરી નં.૧૪ ખાતેથી પ્રારંભ થઈ શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ પરશુરામ ધામ સુધી પહોંચી હતી. યાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ભક્તો દ્વારા રાસ-ગરબા, ધૂન-ભજન કરવામાં આવ્યા હતા. શોભાયાત્રાના સમાપન બાદ પરશુરામ ધામ ખાતે અન્નકૂટ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો.









