મોરબી સબ જેલ ખાતે કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેદીઓને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ અંગે માહિતગાર કરાયા હતા.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેન આર. કે. પંડયાના માર્ગદર્શન હેઠળ લિગલ પેનલ એડવોકેટ શબાનાબેન ખોખર તથા મોરબી સબ જેલના અધિક્ષક સાથે જેલ સ્ટાફ દ્રારા મોરબી સબ જેલ ખાતે કાનુની જાગુતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેલમાં રહેલા બંદિવાનોને તાજેતરમાં અમલી કરાયેલા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ વિશે તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી.