Sunday, November 24, 2024
HomeGujaratરાજકોટના ઘંટેશ્વર પાસે સ૨કા૨ી જગ્યામાં ચાલી રહેલ ફુડ ફાર્મ ગેરકાયદેસર હોવાનો કલેકટરને...

રાજકોટના ઘંટેશ્વર પાસે સ૨કા૨ી જગ્યામાં ચાલી રહેલ ફુડ ફાર્મ ગેરકાયદેસર હોવાનો કલેકટરને પત્ર લખાયો

રાજ્યમાં વિસ્તાર અને વસતીની દ્રષ્ટિએ અમદાવાદ, વડોદરા અને સુરત કરતાં રાજકોટ બહુ નાનું છે. પરંતુ આજે પણ રાજકોટમાં સૌથી વધુ ભૂમાફિયા પડ્યા પાથર્યા જોવા મળે છે. ત્યારે રાજકોટના એક નાગરિકે રાજકોટ જિલ્લા કલેક્ટરને પત્ર લખી ઘંટેશ્વર પાસે સ૨કા૨ી જગ્યામાં ચાલી રહેલ ફુડ ફાર્મ ગેરકાયદેસર હોવાનો અને તે ફુડ ફાર્મ સરકારી જમીન ઉપર ઉભેલું હોવાનો પણ પત્રમાં આક્ષેપ કર્યો છે. તેમજ જમીન પચાવી પાડનાર શખ્સો માથાભારે હોવાથી તેઓ વિરુદ્ધ કોઈ પણ હજુ ફરિયાદ કરી નથી અને જેઓએ કરી છે તેઓની ફરિયાદ સ્વીકારાઈ નથી. તેથી આવા શખ્સો સામે કાર્યવાહી કરવા પત્રમાં જણાવવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મહેશભાઈ માધાભાઈ બગડા નામના અરજદારે રાજકોટ જિલ્લા કલેકટરને પત્ર લખી અરજી કરી હતી કે, રાજકોટ જીલ્લાના વાજડી ગઢ ગામના રેવન્યુ સર્વે નં. ૧૨૪ની ઉપ૨ આવેલ ફુડ ફાર્મ, નિરાલી ગાર્ડન આવેલ છે. જે રાજકોટના ખુબજ વિકાસશીલ વિસ્તાર ગણાતા એવા નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ ઘંટેશ્વર પાસે સ૨કા૨ી જગ્યામાં અજાણ્યા ઈસમો ગેરકાયદેસર રીતે ધંધો કરી રહયા છે. હાલ આ વિકાસશીલ વિસ્તારમાં આવા દબાણકારો સરકારી જમીન ઉપર દબાણકરી આજુબાજુના વિસ્તારમાં તથા નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર ન્યુસન્સ ફેલાવી સામાન્ય ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાય તેવી પરિસ્થિતીનું નિર્માણ થઈ રહયુ છે. જે અટકાવવુ ખુબ જ જરૂરી છે અને આ દબાણદારો સરકારી પડ્તર જમીન ઉપર ખુલ્લે આમ દબાણ કરી રહયા છે. આ દબાણદારો સરકારની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી જાહેરહિતને નુકશાન કરી રહયા છે અને જાહેરજનના હિતો અને અધિકારોને અવળી અસર કરી રહયા છે. આ દબાણદારો સમાજમાં ગેર કાયદેસર પ્રવૃતિઓ અને ગે૨સામાજીક પ્રવૃતિઓ કરી રહયા છે. જેઓને અટકાવવા ખુબ જ જરૂરી અને આવશ્યક હોય જેથી અમો અરજી કરી રહ્યા છીએ.

મહેશભાઈ માધાભાઈ બગડાએ પત્રમાં અરજી કરતા વધુમાં જણાવ્યું હતું કે, આવા અસામાજીક પ્રવૃત્તિની ટેવ ધરાવનારા આવારા તત્વો ગુનાહિત ષડયંત્ર રચી ગેરકાયદેસર રીતે સરકારની કીમતી જમીન હડપ કરવાનો એકમાત્ર બદઈરાદો ધરાવે છે અને આ દબાણકા૨ો ખુબ જ માથાભારે અને જનૂની હોય જેથી કાયદાને માન આપનારા અને સીધા સાદા માણસોને અવારનવાર હેરાન પરેશાન કરતા રહે છે. સરકારી તંત્ર ગરીબ માણસોના મકાનો પાડી દબાણ હટાવે છે જયારે આવા મોટામાથાના દબાણ હટાવે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમ પગલા લેવા હાલના આ કિસ્સામાં અત્યંત જરૂરી છે. વધુમાં આ દબાણકારોએ જે જગ્યા પર દબાણ કરેલ છે. ત્યાં સ૨કા૨ના સ્માર્ટ સીટી જેવા પ્રોજેકટ પણ કાર્યરત છે. ત્યારે આવા સંજોગોમાં આવા દબાણકારોથી આવા પ્રોજેકટને વિપરીત અસર પડે તેવી પરિસ્થિતીનું નિર્માણ થવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે. અને આટલુ જ નહિ પરંતુ સરકારની અટલ સરોવર યોજનાની સામે આવા દબાણકા૨ો ખુલ્લેઆમ સરકારી જમીનોનું દબાણ કરી રહયા છે તેમ છતાં આજ દિવસ સુધી સરકાર ત૨ફથી આવા દબાણો હટાવવા કોઈપણ કાર્યવાહી ક૨વામાં આવેલ નથી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, દબાણકારોએ જે જગ્યા ઉપર દબાણ કરેલ છે. તે રાજકોટ શહેરનો વિકાશસીલ વિસ્તાર છે જેથી ત્યાં રાત્રીના પણ માણસોની અવરજવર રહેતી હોય છે આવા સંજોગોમાં આ દબાણકારો ત્યાં રાત્રીના મોડે સુધી બેસી આવારાતત્વોને ભેગા કરી ત્યાં ગેરકાયદેસર પ્રવૃતીઓ કરી આજુ બાજુમાં આવેલ પાર્ટી પ્લોટના મહેમાનો સાથે તથા રાહદારીઓ સાથે અવારનવાર ઝઘડા કરે છે પરંતુ આ દબાણકા૨ો માથાભારે ઈસમો હોય જેથી ફરીયાદ થયેલ નથી, આપ સાહેબ સરકારની જમીનના હિતના રક્ષણ માટે આવા ગેરકાયદેસ૨ અને અસામાજીક તત્વોને યોગ્ય થવા સક્ષમ હોય, સરકારની જમીન પચાવી પાડતા અટકાવવા યોગ્ય અને નકકર પગલા લેવા અતિ આવશ્યક છે. આવા દબાણકારોને સરકારની કિંમતી જમીન પચાવી પાડતા અટકાવવામાં નહી આવે તો તેઓને પરોક્ષ પ્રોત્સાહન મળશે અને વધુને વધુ સ૨કા૨ી જમીન દબાણનો ભોગ બનશે અને જાહેરહિતને મોટા પાયે નુકશાન થશે. આમ, જાહેર મિલકત અને જાહેર હિતમાં સ૨કા૨ની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડતા દબાણકારોએ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનીયમ ૨૦૨૦ ની જોગવાઈઓનો ભંગ ક૨ી ગુન્હાહીત પ્રવૃતિ આચરેલ હોય તેમની સામે યોગ્ય થવા અમારી નમ્ર અરજ છે. તેમ મહેશભાઈ માધાભાઈ બગડાએ પત્રમાં જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!