Monday, November 18, 2024
HomeGujaratમોરબીવાસીઓ ટ્રાવેલ ટિકિટ બુક કરાવતી વેળાએ ફ્રોડનો શિકાર ન બને તે માટે...

મોરબીવાસીઓ ટ્રાવેલ ટિકિટ બુક કરાવતી વેળાએ ફ્રોડનો શિકાર ન બને તે માટે ટ્રાવેલ એજન્ટ્સની યાદી જાહેર કરાઈ

ભારતમાં કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. મુસાફરોની સુવિધા માટે ઓફલાઇન અને ઓનલાઈન ટિકિટ બુક કરવાની સુવિધા આપવામાં આવી છે. એક આંકડા મુજબ ભારતમાં દરરોજ 10 લાખથી વધુ ટ્રેન ટિકિટ બુક થાય છે. મહત્તમ મુસાફરો તેમની ટિકિટ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા બુક કરે છે. પરંતુ, સાયબર ઠગ્સે આમાં પણ લોકોને છેતરવાનું શરૂ કરી દીધું છે. જેને લઈ મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના સભ્યોની યાદી જાહેર કરવામાં આવી છે. કે જેથી આ લોકો પાસેથી ટિકિટ બુક કરાવતા યાત્રિકો સાથે ફ્રોડ થવાની ખતરો ટળી શકે.

- Advertisement -
- Advertisement -

મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા જણાવ્યા અનુસાર, ગત દિવાળી વેકેશનમાં ઘણા ટુરીસ્ટો સસ્તા પેકેજ, હોટેલ કે એર ટિકિટ બુક કરાવાની લાલયમાં ફ્રોડનો શિકાર થયેલ છે. ડિજિટલના જમાનામાં આ પ્રકારના ફ્રોડ ખુબજ વધતા જાય છે, અને હજી પણ વધવાના છે. તો દરેક લોકોને સલાહ છે કે તેઓ પોતાના જાણીતા ટ્રાવેલ એજન્ટ પાસે જ કોઈપણ જાતનુ બુકીંગ કરાવે જેથી તેઓની સાથે કોઈપણ જાતનુ ફ્રોડ ન થાય. ત્યારે મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા મોરબીનાં ટ્રાવેલ એજન્ટની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં AMRUT TOURS & TRAVELS, BHARAT TOURS & TRAVELS, DC TOURS & TRAVELS, FIT2FLY HOLIDAYS, UDAAN TOURS & TRAVELS, AMIGO TOURS & TRAVELS, SAVERA TOURS & INSURANCE, ΜΕΕΝΑ TOURS & TRAVELS, PATEL HOLIDAY & VISA SERVICE, NAVISH TRAVELS GROUP, RAINBOW TRANSWORLD, VENISHA TOURS & TRAVELS, HIMALAY TOURS & TRAVELS, SHIV CONSULTING તથા ATMIYA TOURS & TRAVELS મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના સભ્યો છે. આ સભ્યો પાસેથી કોઇપણ જાતની સર્વિસ, હોટેલ કે પેકેજ બુક કરાવશો તો તમારી સાથે ફ્રોડ થવાની કોઈપણ જાતની સંભાવના નથી જેની ખાતરી મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!