મોરબીમાં આવેલ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે તન-મન-ધનની શ્રદ્ધા માટે તથા દરેક જીવ કલ્યાણ માટે પાંચ દિવસીય મહા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આયોજકોના જણાવ્યા અનુસાર, ભારતીય પ્રાચીન પરંપરાઓથી વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાદેવની આરાધના તેમજ ભક્તિભર્યા માહ માસમાં દિવ્ય વાતાવરણમાં તન-મન-ધનની શ્રદ્ધા માટે તથા દરેક જીવ કલ્યાણ અર્થ સાથે શિવનું જીવ સુધીનું મિલન અને આત્મ કલ્યાણર્થ કર્યુરવર્ણ દેવાધિદેવ શ્રી વૈજનાથ મહાદેવના સાનિધ્યમાં તા.૦૯/૦૨ થી તા.૧૩/૦૨ સુધી પંચદિવસીય મહાકુંઠ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં પાંચ દિવસ સુધી મહાદેવની અલગ અલગ પુજાઓનું આયોજન કરવામાં આવ્યું છે. અને સાથે શાસ્ત્રમાં પણ કહેલું છે. જન્મા જન્મના પુણ્ય જયારે ભેગા થાય ત્યારે આવા દિવ્યને ભવ્ય મહાયજ્ઞના દર્શન પ્રાપ્ત થાય છે. જેથી મોરબીના તમામ ધર્મપ્રેમી જનતાને આ યજ્ઞ નો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.