Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં પગપાળા જતા યુવકને કારે હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયો

મોરબીમાં પગપાળા જતા યુવકને કારે હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયો

મોરબીમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં મોરબી શહેરમાં આવેલ જીવરાજ મોતીભાઈ ખાંડ વાળાની દુકાન આગળ ખાંડનું ટ્રક ભરી આવેલ યુવકને કારે હડફેટે લીધો હતો. જેના કારણે યુવક ઈજાગ્રસ્ત થતા તેને સારવારમાં હોસ્પિટલ ખસેડાયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં મકરાણીવાસ બાલ મંદીર પાસે રહેતો સતારભાઈ હુશેનભાઈ શેખ નામનો યુવક ગત તા.૨૯/૦૧/૨૦૨૩ ના વહેલી સવારના સવા બેએક વાગ્યા આસપાસ પોતાનું ખાંડ ભરેલ ટ્રક લઈ જીવરાજ મોતીભાઈ ખાંડ વાળાની દુકાન આગળ પંજાબ નેશનલ બેંક સામે પહોંચ્યો હતો. જ્યાં યુવક પોતાના ટ્રક પાસેથી ખાંડની દુકાને પગે ચાલતો જતો હતો. તે વખતે GJ-36-AF-1179 નંબરની સફેદ કલરની શીફ્ટ કારના ચાલકે પોતાની કાર પુર ઝડપે ચલાવી લાવી ફરિયાદીને સામેથી કાર ચાલકે ટક્કર મારી નિચે પછાડી દઈ જમણા પગમાં નળાના ભાગે ઈજા કરી ફેક્ચર કરી તેમજ શરીરે નાની મોટી ઇજાઓ કરી પોતાનું વાહન લઈ નાશી જતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તથા સતારભાઈ હુશેનભાઈ શેખને બનાવમાં ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!