Sunday, January 12, 2025
HomeGujaratહળવદમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

હળવદમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

મોરબીમાં વિદેશી દારૂની રેલમછેલ થઇ રહી હોય તેમ એનકેન પ્રકારે બુટલેગરો મોરબી જિલ્લામાં દારૂ ઘુસાડી રહ્યા છે. અને આવા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરી એક બાદ એક રેઇડ પણ કરી રહી છે. ત્યારે ગઈકાલે હળવદ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથેને પકડી પાડ્યો છે. જેની કોરોના ટેસ્ટ થયા બાદ અટકાયત કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદના જોષી ફળી, લક્ષ્મીનારાયણ ચોક પાસે રહેતા ધવલ નરેન્દ્રભાઇ શુકલ નામના શખ્સે પોતાના અંગત ફાયદા માટે પોતાના કબ્જામા વિવિધ દારૂની બોટલો રાખી હોવાની બાતમી હળવદ પોલીસને મળતા જ તેઓ દ્વારા લક્ષ્મીનારાયણ ચોક પાસે આવેલ આરોપીના રહેણાંક મકાનમાં રેઇડ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY ની ૭ બોટલોનો રૂ.૪૨૦૦/-નો મુદ્દામાલ તેમજ Black @ White blended scotch whisky ની 3 બોટલોનો રૂ.૪૨૦૦/-નો મુદ્દામાલ અને BLENDERS PRIDEની ૧ બોટલનો રૂ. ૮૫૦/-નો મુદ્દામાલ મળી કુલ રૂ. ૯૨૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને દારૂના જથ્થા સાથે ધવલ નરેન્દ્રભાઇ શુકલને પકડી પાડી હાલે કોરાના મહામારીના ચાલતી હોય જેથી આરોપીનો કોરોના ટેસ્ટ કરવો જરૂરી હોય જેથી તેને હસ્તગત કરી કોરોના ટેસ્ટ બાદ આરોપીની વિધિવત અટકાયત કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!