મોરબી જિલ્લામાંથી વધુ એક બાઈક ચોરીનો બનાવ સામે આવ્યો છે જેમાં હળવદ તાલુકાના જુના દેવળીયા ગામેં વાડી નજીક પાર્ક કરેલ બાઈકનો લોક તોડી છોટા ઉદયપુરનો શખ્સ હંકારી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
દેવળીયા ગામેં સોડમ સીમમાં આવેલ વિનોદભાઇ મગનભાઇ જોટાણીયાની વાડીએ જાહેરમાં ખુલ્લામાં પાર્ક કરેલ હીરો
કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ બાઈક રજી નં. GJ36AA9245 કિ.રૂ. આશરે ૨૫,૦૦૦ નો લોક તોડી રામસીંગભાઇ ઘુઘરીયાભાઇ ધાણક (રહે. નાનીસડલી જી. છોટાઉદેપુરવાળો) શખ્સ ઉઠાવી જતા વિનોદભાઈએ હળવદ પોલીસમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જે ને પગલે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.