Friday, December 27, 2024
HomeGujaratમોરબીમાં શંકાસ્પદ ચોરાઉ રીક્ષા અને ત્રણ મોબાઈલ સાથે એક ઈસમ પકડાયો

મોરબીમાં શંકાસ્પદ ચોરાઉ રીક્ષા અને ત્રણ મોબાઈલ સાથે એક ઈસમ પકડાયો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફના રમેશભાઈ મિયાત્રા અને દેવશીભાઇ મોરીને પૂર્વ બાતમી મળી હતી કે હાજીભાઈ અકબરભાઈ માણેક (ઉ.વ.૨૧, રહે. ટીંબડી પાટીયા પાસે) નામનો યુવાન ચોરાઉ રીક્ષા લઈ ફરી રહ્યો છે. મળેલી હકીકતના આધારે મોરબી શહેરના વાંકાનેર હાઇવે પર સ્થિત લખધીરપુર નાકે વોચમાં ગોઠવવામાં આવી હતી એ દરમ્યાન ત્યાંથી પસાર થઈ રહેલી સીએનજી રીક્ષા નંબર જીજે-૩-એચયુ-૪૩૪૫ ને અટકાવીને તેના ચાલકની પૂછપરછ કરતા અને રિક્ષાના કાગળો માગતા તે રજુ ન કરી ગોળગોળ જવાબ આપતા તેની અંગ જડતી લીધી હતી. જેમાં રીક્ષા ચાલક હાજીભાઈ પાસેથી ટેકનો, રેડમી અને ઓપો કંપનીના ૩ મોબાઈલ પણ મળ્યા હતા. આ અંગે પણ રિક્ષાચાલક યોગ્ય ખુલાસો ન કરી શકતા શક પડતી મિલકત ગણીને ૩૦૦૦૦ રૂપિયાની રીક્ષા તેમજ ૬૦૦૦ રૂપિયાના મોબાઈલ મળી કુલ ૩૬ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી રિક્ષાચાલકની વધુ પૂછપરછ હાથ ધરી છે. બનાવની તપાસ હેડ.કોન્સ. આઈ.ટી.જામ ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!