Sunday, June 21, 2026
HomeGujaratજૂની પીપળી ગામે દારૂ-બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

જૂની પીપળી ગામે દારૂ-બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી એલસીબીએ જૂની પીપળી ગામ નજીક વિદેશી દારૂ અને બિયરના ટીન સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ.૨,૨૫૦/-નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જૂની પીપળી ગામ નજીક જાહેરમાં એક ઈસમ શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકનું ઝબલું લઈને ઉભેલો જોવા મળ્યો હતો. ત્યારે તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ ૮પીએમ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૭ બોટલ અને કિંગફિશર બિયરના ૧૧ ટીન એમ કુલ કિ.રૂ.૨,૨૫૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી તુરંત આરોપી બિપીન હિંમતલાલ મહેતા ઉવ.૫૪ રહે. શિવ પાર્ક સોસાયટી પીપળી રોડ મોરબી વાળાની અટક કરી પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!