રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ કાયદો અને વ્યવસ્થા અન્વયે ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢી કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી. ટીમે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીંબડી ગામના પાટીયા પાસેથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી. પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ શેખાભાઇ સગરામભાઇ મોરીને બાતમી મળેલ કે, એક ઇસમ શરીરે મજબુત મધ્યમ બાંધાનો અને શરીરે કાળા કલરનુ જાકીટ અને કાળા કલરનુ જીન્સનુ પેન્ટ પેહેરેલ અને પગમા ચંપ્પલ પહેરેલ છે. તે મોરબીના માળીયા વનાળીયા શેરી નંબર -૪માં રહે છે અને તેનુ નામ દિલીપભાઇ કાનજીભાઇ પ્રજાપતિ છે. તે અત્યારે મોરબી ટીંબડી ગામના પાટીયા પાસે હાઇવે પર ઉભો છે અને તેની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો છે. જે મળેલ બાતમીના આધારે સ્થળ પાર જઇ વોચમાં રહી કોર્ડન કરી ઇસમ રૂપિયા ૫,૦૦૦/-ના તમંચા સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.