Friday, May 3, 2024
HomeGujaratમોરબીની ઉમા ટાઉનશીપ પાસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો લેતો એક ઝડપાયો

મોરબીની ઉમા ટાઉનશીપ પાસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો લેતો એક ઝડપાયો

મોરબીની ઉમા ટાઉનશીપ પાસે આવેલ આદર્શ સોસાયટીના ગેટ પાસે આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.આરોપી ધવલભાઇ અમૃતલાલ પરમાર (ઉ.વ.૩૮ રહે.મોરબી ઉમાટાઉનશીપ રોડ, આદર્શ સોસાયટી) એ આરોપી ચિરાગ રાજુભાઇ વિભાણી (રહે.મુંબઇ દહીસર ઇસ્ટ) પાસેથી DIAMOND EXCH નામનુ આઇ.ડી.મેળવી મોબાઇલ ફોન દ્વારા કિકેટ મેચ લાઇન નિહાળી જુગાર રમતો ઝડપાયો હતો. જેને પગલે પોલીસે આરોપી ધવલને દબોચી લઈ તેના કબ્જામાંથી મોબાઈલ સહિત રોકડ રૂપિયા મળી કુલ કી.રૂ.૮૬૦૦ ના મુદામાલ જપ્ત કર્યો હતો. આ પ્રકરણમાં આરોપી ચિરાગ રાજુભાઇ વિભાણી હાજર ન મળતા પોલીસે તેને ફરારી જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!