Sunday, November 24, 2024
HomeGujaratપોલીસની ખોટી ઓળખ આપી નાંણા પડાવી છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો

પોલીસની ખોટી ઓળખ આપી નાંણા પડાવી છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો

નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટનાઓ તરફથી તાજેતરમાં બનતા સાયબર ક્રાઇમને લગતા ગુન્હા બનતા અટકાવવા તેમજ ગુન્હાઓ આચરનાર ઇસમોને પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક મોરબી એસ. આર. ઓડેદરાએ એન.બી.ડાભી ઇ./ચા.પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીને ઉપરોકત બાબતે અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપતા તેઓને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.મોરબી તથા ટેકનીકલ ટીમના માણસો આ કામગીરી કરવા પ્રયત્નશીલ હતા અને મોરબી શીવશકિત પાર્ક શીવરંજની એપાર્ટમેનટ ખાતે રહેતા દિપકભાઇ પ્રભુભાઇ પટેલ સાથે બનેલ સાયબર ક્રાઇમનો બનાવ બનેલ હોય જે અનુસંધાને મોરબી સીટી એ ડિવીઝન પો.સ્ટે. ગુ.ર.નં-૩૯૫/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૪૬૭,૪૬૮,૧૭૦ આઇ.ટી. એકટ કલમ ૬૬ સી,૬૬ડી મુજબ ગુન્હો રજી. થયેલ હોય જે અન્વયે મોરબી ટેકનીકલ ટીમના પો.સ.ઇ. એ.ડી.જાડેજા તથા ટીમના માણસોએ જરૂરી ટેકનીકલી માહિતી મેળવી ટીમ બનાવી ખેડા જીલ્લાના મહેમદાવાદ ખાતે મોકલતા ઉપરોકત ગુન્હાને અંજામ આપનાર આરોપી પ્રિતેશ મહેશભાઇ પ્રજાપતિ (ઉવ.૨૩ રહે. અજીત પાર્ક, નેનપુર તા.મહેમદાવાદ જી.ખેડા) વાળાને પકડી પાડયો હતો. આરોપીએ અમદાવાદ શહેર ખાતે પોલીસમાં નોકરી કરતો હોવાનું વેપારીઓને ફોનથી જણાવતો અને તેઓના મોબાઇલમાં આવેલ ઓ.ટી.પી. નંબર મેળવી લઇ Gmail id તથા Facebook હેક કરી પાસવર્ડ ચેન્જ કરી તેઓના કોન્ટેકટ / ફ્રેન્ડસ પાસેથી મેસેન્જર તથા વોટસઅપ દ્વારા પૈસાની માંગણી કરી તેના પોતાના એકાઉન્ટમાં જમા કરાવડાવી નાંણા પડાવવાનું કારસ્તાન કરતો હોવાની કબુલાત આપી છે. મજકુર આરોપી વિરુદ્ધ રાજકોટ શહેર તથા હીંમતનગર ખાતે આ પ્રકારના ફ્રોડના ગુન્હાઓ નોંધાયેલા છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં એન.બી.ડાભી, ઈયા પોલીસ ઇન્સ. એલ.સી.બી.મોરબી તથા શ્રી એ.ડી.જાડેજા પો.સ.ઇ. ટેકનીકલ સેલ તથા ASI રજનીકાન્ત કૈલા, સંજયકુમાર પટેલ, રસીકભાઇ ચાવડા તથા Hc ચંદુભાઇ કાણોતરા,તથા PC અશોકસિંહ ચુડાસમા તથા રણવીરસિંહ જાડેજા વિગેરે જોડાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!