Saturday, April 27, 2024
HomeGujaratવાંકાનેર માર્કેટીંગયાર્ડ પાસેથી એક શખ્સ વર્લી ફીચરનો જૂગાર રમતા-રમાડતા ઝડપાયો

વાંકાનેર માર્કેટીંગયાર્ડ પાસેથી એક શખ્સ વર્લી ફીચરનો જૂગાર રમતા-રમાડતા ઝડપાયો

મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઈ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઈકાલે વાંકાનેર સીટી પોલીસે વાંકાનેર માર્કેટીંગયાર્ડ પાસેથી એક શખ્સને વર્લી ફીચરનો જૂગાર રમતા-રમાડતા રૂ.૨,૧૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વાંકાનેર માર્કેટીંગયાર્ડ પાસે એક શખ્સ જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમી રમાડી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી સદામભાઈ અલાઉદ્દીનભાઈ અંસારી (રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી ભુતનાથ મંદીર વાળી શેરી તા.વાંકાનેર) નામના શખ્સને જુગાર રમી-રમાડતા વર્લી સાહીત્ય આકડા લખેલ કાગળ તથા બોલપેન સહીત રોકડા રૂ.૨,૧૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!