Thursday, April 18, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસે ચાર સ્થળોએ રેઇડ કરી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

મોરબી જિલ્લા પોલીસે ચાર સ્થળોએ રેઇડ કરી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

ગુજરાતમાં નશાબંધીના કહેવાતા કડક પ્રતિબંધ છતાં રાજ્યમાં આવતો પરપ્રાંતનો વિદેશી દારૂ બંધ થતો નથી. પરંતુ પોલીસ તંત્ર આવા લોકો ઉપર એક બાદ એક ધોસ બોલાવી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસે બાતમીના આધારે અલગ-અલગ ચાર સ્થળોએ દરોડા કરી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મણી મંદીર નજીકથી એક ઈસમ વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે લઈને પસાર થવાનો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી ખાખરેચી દરવાજા પાસેથી સીરાજભાઈ સલીમભાઈ ઉનડપૌત્રા (રહે જુના બસ સ્ટેન્ડ પાછળ ટેક્ષીશેરી સામે મોરબી) નામના શખ્સને રોકી તેની તપાસ કરતા આરોપી પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મુનવોલ્ક ઓરેન્જ વોડકાની ૩૬ બોટલ મળી આવી હતી. જે દારૂના કુલ રૂ,૧૨,૬૦૦/-નો મુદામાલ કબ્જે કરી ઈસમ સીરાજભાઈ સલીમભાઈ ઉનડપૌત્રાની અટકાયત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, સુપરવાઇઝરની નોકરી કરતા ક્રીપાલસિંહ હઠીસંગ મકવાણા (રહે. હાલ-ઢુવા સીમ,લાકડધાર રોડ,લેબર ઓરડી નં.૧૩ માં ભાડેથી તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-ભાડુકા તા.સાયલા જી.સુરેન્દ્રનગર) તથા અનીરૂધ્ધસિંહ દાનુભા ચૌહાણ (રહે-નવા ઢુવા તા.વાંકાનેર જી.મોરબી)એ મીલાપીપણું કરી ક્રીપાલસિંહ હઠીસંગ મકવાણાની ઢુવા સીમ,લાકડધાર રોડ પર આવેલ ઓરડીમાં ભારતીય પરપ્રાંત બનાવટની મેકડોવેલ્સ નં.૧ કલેક્શન વ્હીસસ્કીની રૂ.૧૨,૭૫૦/-ની કિંમતની ૩૪ બોટલ તથા કીંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયરના રૂ.૨,૦૦૦/-ની કિંમતના ૨૦ ટીન છુપાડેલ છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી કુલ રૂ.૧૪,૭૫૦/- નો ઇંગ્લીશ દારૂ તથા બીયરનો મુદ્દામાલ કબ્જે કરી ક્રીપાલસિંહ હઠીસંગ મકવાણાની સ્થળ પરથી અટકાયત કરી છે. તથા અનીરૂધ્ધસિંહ દાનુભા ચૌહાણ (રહે-નવા ઢુવા તા.વાંકાનેર જી.મોરબી)ને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ત્રીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવાની સૂચના અનુસાર, સરતાનપર-માટેલ રોડ પર મોટો સ્લીમ કારખાના પાસે રોડ પરથી બળવંતભાઇ નાગરભાઇ સાંકળીયા (હે હાલ-સરતાનપર-માટેલ રોડ,સીલોન સીરામીક કારખાનાની ઓરડીમાં તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-પીપરડી તા.જસદણ જી.રાજકોટ) નામના શખ્સની ભારતીય પરપ્રાંત બનાવટની મેકડોવેલ્સ નં.૧,કલેક્શન વ્હીસ્કીની ૦૪ ઇંગ્લીશ દારૂની બોટલોના રૂ.૧,૫૦૦/- ના મુદ્દામાલ સાથે અટકાયત કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચોથા દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમે ચેકીંગ દરમિયાન મોરબી તાલુકાના ખાખરાળા ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે રોડ ઉપર શંકાના આધારે GJ-36-P-0841 નંબરના રૂ.૧૦,૦૦૦/-ની કિંમતના હિરો કંપનીના સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલને રોકી તેમાં સવાર યોગેશભાઇ હરજીવનભાઇ સોલંકી (રહે:- જેપુર ગામ તા.જી:-મોરબી) તથા સેરસિંહ ચુનસિંહ રાવત (રહે.હાલ ખાખારાળા ગામ પાસે આવેલ શ્રી યદુનંદન પેટ્રોન પંપમાં તા.જી.મોરબી મુળ રહે.જીઝરડી તા.મારવાળ જંક્શન જી.પાલી રાજેસ્થાન)ની પૂછપરછ કરતા વધુ શંકા થતા આરોપીઓના મોટીરસાઇક્લની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતિય ઈંગ્લીશ દારૂની મેગડોવેલ્સ નં-૦૧ કલેક્સન વ્હીસ્કીની ૦૧ બોટલ મળી આવતા પોલીસે રૂ.૩૭૫/-ની બોટલ મળી કુલરૂ.૧૦,૩૭૫/-નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!