Sunday, September 8, 2024
HomeGujaratમોરબીના ઉચી માંડલ ગામે વિદેશી દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

મોરબીના ઉચી માંડલ ગામે વિદેશી દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

મોરબી જીલ્લામાં દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી કરતા બુટલેગરો પર જીલ્લા પોલીસતંત્રએ ધોંસ બોલાવી છે. બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે દારૂના જથ્થા સાથે જાહેરમાં ફરતા શખ્સને મોરબી તાલુકા પોલીસે પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને મોરબી હળવદ હાઇવે રોડ ઉચી માંડલ ગામની સીમ શેરોન સીરામીકના કારખાના પાસે રસ્તા ઉપર જતા ખુમાનસંગ ભુપતભાઇ ડાભી (રહે-શીવપુર તા-હળવદ જી-મોરબી) નામના શખ્સ પર શંકા જતા તેને અટકાવી તેની તપાસ કરતા આરોપી પાસેથી વેચાણ કરવાના ઇરાદે રાખેલ ઇગ્લીશ દારૂની મેકડોલ નંબર-૧ કલેકસન વિસ્કીની રૂપિયા-૭૫૦/-ની કિંમતની ૨ બોટલો મળી આવતા મોરબી તાલુકા પોલીસે વિદેશી દારૂની બોટલોના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!