ઉતરાયણ પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ, ફિરકીની બજારમાં મોટી માંગ રહેતી હોય છે આથી કમાણી કરી લેવાની લ્હાયમાં અમુક ધનલાલચુ ઈસમો નિતિનિયમ નેવે મૂકી કાતીક ચાઈનીઝ માંજાનું વેચાણ કરતા હોવાથી મોરબી પોલિસ તંત્ર સાબદુ બન્યું છે અને આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. જેમાં ગઈકાલે પોલીસે ઓમ શાંતી સ્કુલ પાસેથી 20 નંગ ફીરકીનો જથ્થો ઝડપી લઇ ઈસમ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
ગઈકાલે જ મોરબીમાં જાહેરનામું પ્રસિદ્ધ કરું ચાઈનીઝ ફીરકી તુકકલના વેચાણ અંગે ચોખ્ખી મનાઇ ફરમાવી દેવામાં આવી હોવા છતાં અમુક ઇસમો સમજવાનું નામ ન જ લેતા નથી તેવા સંજોગો વચ્ચે ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબી ઓમ શાંતી સ્કુલ પાસેથી સાગરભાઈ નવઘણભાઈ દેલવાણીયા (ઉ.વ.૨૦ ધંધો મજુરી રહે. શનાળા બાયપાસ લાઈસનગર મોરબી)એ વેચાણ અર્થે રાખેલ પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી (માંજો) નંગ.૨૦ કિ.રૂ.૧૦,૦૦૦ ના જથ્થા સાથે આરોપીને દબોચી લીધો હતો. પોલીસે આઈ.પી.સી કલમ-૧૮૮, તથા જી.પી.એકટ.૧૩૧,૧૧૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.