ભાવનગર જિલ્લા પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર દ્વારા દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત કામગીરી કરતી વેળાએ બોટાદ વિભાગીય પોલીસ અધિકારીની ટીમ દ્વારા બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી દેશીદારૂ ગાળવાનો ૩૦૦ લીટર આથો (વોશ) તથા દેશી દારૂ ગાળવાના સાધનો મળી કુલ રૂ.૫૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપીની અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર, બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા દ્વારા જીલ્લાના તમામ અધિકારીઓને દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા શરુ કરાયેલ ઝુંબેશની અમલવારી કરવા સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે બોટાદ વિભાગીય પોલીસ અધિકારી મહર્ષિ રાવલએ ડિવીજન વિસ્તારમાં પ્રોહીબીશનની કામગીરી કરવા સુચન અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે વિભાગીય પોલીસ અધિકારીની કચેરીની ટિમના મહિલા પીએસઆઇ એ.એમ.રાવલ ને મળેલ બાતમી આધારે બરવાળા ગામે આવેલ અજયભાઇ ઉર્ફે લારો નારણભાઇ જાદવ (રહે.બરવાળા મોરી શેરી તા.બરવાળા જી.બોટાદ)ના ઘરે દેશી પીવાનો દારૂ ઉતારવાની ભઠ્ઠી ચલાવતો હોય જેથી રેઇડ દરમ્યાન પોતાના કબ્જાની ભોગવટામા દેશીદારૂ ગાળવાનો ૩૦૦ લીટર આથો તથા દેશી દારૂ ગાળવાના સાધનો મળી કુલ રૂપિયા ૫૬૦૦/-નો મુદ્દામાલ પકડી પાડી આરોપી વિરૂધ્ધ પ્રોહિબિશન કલમ ૬૫(એફ) મુજબ ધોરણસરની કાર્યવાહી કરવા બરવાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
આ સફળ કામગીરીમાં મહિલા પીએસઆઈ એ.એમ.રાવલ,હેડકોન્સ્ટેબલ સહદેવસિંહ ડોડીયા તેમજ ભગીરથસિંહ જાડેજા સહિતની ટીમ જોડાઈ હતી.