રાજકોટ જિલ્લા રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતી પૂર્ણ રીતે થાય તે અનુસંધાને મોરબી એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડ્યાને એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા જેમાં ગે.કા.હથિયારો પોતાના કબજામા રાખી અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી. ટીમે મોરબી તાલુકાનાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ટીંબડી ગામના પાટીયા પાસેથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, એસ.ઓ.જી.મોરબીના તમામ કર્મચારીઓ ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ કાર્યરત હતા અને આજરોજ નાઇટ રાઉન્ડમાં હતા. જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઇ કરશનભાઇ ખાંભલીયાને બાતમી હકીકત મળેલ કે સાબીર કાસમભાઇ કાસમાણી નામનો ઇસમ અત્યારે મોરબી ટીંબડી ગામના પાટીયા પાસે હાઇવે પર ઉભો છે અને તેની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો છે. તે હકીકતનાં આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ઇસમ સાબીર ઉર્ફે ટાઇગર મેમણ કાસમભાઇ કાસમાણી ગેરકાયદેસર દેશી બનાવટનાં તમંચા સાથે મળી આવતા તેના વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી આઅગલાની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.