Friday, December 27, 2024
HomeNewsMorbiમોરબી તાલુકાનાં લીલાપર ગામ નજીક ચોરીના મોટર સાઈકલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકાનાં લીલાપર ગામ નજીક ચોરીના મોટર સાઈકલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી સીપીઆઈ આઈ એમ કોંઢીયા તથા તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. એ.એ.જાડેજાની સુચનાથી પોલીસ સ્ટાફ પી એસ આઈ ડી વી ડાંગર, જુવાનસિંહ ઝાલા, વિજયભાઈ ડાંગર, શક્તિસિંહ જાડેજા અને જયપાલસીહ સહિતની ટીમે વાહન ચોરીના ગુના શોધી કાઢવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના લાલપર ગામ નજીક વાહન ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરનું મોટર સાઈકલ નીકળતા તેને રોકી તલાસી લેતા પોકેટ કોપની મદદથી સર્ચ કરતા જીજે ૦૩ એફએન ૮૦૬૫ વાળું મનસુખભાઈ લખમણભાઈ ભંગેરિયાનું હોય જે આરોપી દિલીપભાઈ ઉર્ફે જીગો સવજીભાઈ સુરેલા રહે-માણેકવાડા, મોરબી વાળો મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા ક્રિષ્ના પાન નાસ્તા હાઉસની પાછળથી રાત્રીના ચોરી કરી હોવાની કબુલાત આપતા પોલીસે તેને ઝડપી પાડી તેની સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!