Thursday, April 25, 2024
HomeNewsMorbiમોરબી તાલુકાના શાપર ગામે જૂની અદાવતમાં મારામારી, બેને ઇજા

મોરબી તાલુકાના શાપર ગામે જૂની અદાવતમાં મારામારી, બેને ઇજા

મોરબીના શાપર ગામે જૂની અદાવત મામલે મારામારી થઈ હતી. જેમાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. આથી, એ શખ્સે માર માર્યાની મહિલાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના શાપર ગામે રહેતા મોંઘીબેન દેવજીભાઇ વાધેલા (ઉવ-૫૬) એ આરોપી લાલજીભાઇ વશરામભાઇ વાધેલા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૪ ના રોજ સાંજના સાત-સાડા સાત વાગ્યાની આસપાસ ફરીયાદી તથા સાહેદ સાથે ઘરની બાજુમા આવેલા વાડામા ફોરવહીલ રાખવા બાબતે વર્ષોથી મનદુઃખ ચાલતુ હોય જેનો ખાર રાખીને સાહેદને જેમફાવે તેમ ગાળો બોલતા હોય, જેને ગાળો દેવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇને લાકડી વડે સાહેદને માર મારતા હતા. જેને બચાવવા ફરીયાદી વચ્ચે પડતા આરોપીએ મારવાનુ ચાલુ રાખીને ફરીયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાનો ધમકી આપી હતી. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!