મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી દ્વારા મોરબી જીલ્લામા ગેરકાયદેસર હથિયારો રાખનાર પર કડક કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવ્યું હોય જેથી એએસપી અતુલ બંસલ તથા મોરબી સી.પી.આઇ. પી.એચ.લગધીરકા ના માર્ગદર્શન હેઠળ માળીયા(મી.)પોલીસ સ્ટાફ કાર્યરત હતો તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે કાજરડા ગામ ની દાતર સિમ માં એક શખ્સ બાર બોરની સિંગલ બેરલની બન્દુક સાથે જઇ રહ્યો છે જેથી તુરંત માળીયા પોલીસનો સ્ટાફ ઉપરોકત સ્થળે પહોંચીને કાજરડાની સિમ માંથી સલીમ ઉસ્માનભાઇ ભટ્ટી (ઉ.૨૫ ધંધો;ખેતી, રહે કાજરડા રોડ,ભોળી વાંઢ વિસ્તાર,દાતરના ઝાડ પાસે,માળીયા) વાળા શખ્સને લાયસન્સ વગરની ગેરકાયદેસર સીંગલ બેરેલની બન્દુક કી. રૂ ૫૦૦૦ સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉપરોક્ત કામગીરીમાં પીએસઆઈ બી.ડી.જાડેજા,સંજયભાઈ બાલાસરા,પંકજ નાગલા સંજયભાઇ રાઠોડ તથા ભગીરથસસિંહ ઝાલા તથા દીનેશભાઇ લોખીલ ,દેવેન્દ્રસિંહ જાડેજા તથા સુરેશભાઇ કણઝારીયા સહિતના જોડાયા હતા.