Tuesday, May 7, 2024
HomeGujaratમોરબીના શનાળા ગામેં મહિલાના ગળામાંથી સોનાની માળા ઝુંટવી બેલડી ગાયાબ થઈ ગઈ

મોરબીના શનાળા ગામેં મહિલાના ગળામાંથી સોનાની માળા ઝુંટવી બેલડી ગાયાબ થઈ ગઈ

મોરબીના શનાળા ગામેં ચિલઝડપનો કિસ્સો પોલીસ મથકે નોંધાયો છે. જેમાં બાઈકમાં આવેલ બેલડી મહિલાના ગળામાંથી સોનાની માળા ઝુંટવી હવામાં ઓગળી ગઇ હતી.આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર શનાળા ગામેં લિબડા વાળા મેલડીમાના મંદીરની નજીક થી વનીતાબેન રમેશભાઈ અવચરભાઈ (ઉ.વ.૫૨ રહે હાલ આલાપ રોડ શીવ શક્તિ પાર્ક રામેશ્વર પેલેસ ફ્લેટ નં.૨૦૧ મોરબી મુળ રહે ખાખરાળા તા.જી.મોરબી) તથા રમેશભાઈ અવચરભાઈ સદાતીયા બંને જણા પોતાનુ મો.સા. હોન્ડા સાઈન રજી નં.જીજે-૦૩-ડીઈ-૯૪૨૦ શકતશનાળા ગામે જઈ રહ્યા હતા. પોતાની દીકરીના ઘરે બેસવા તથા પોતાના ભાણેજ વેદને મુકવા જતા હતા તે દરમિયાન બાઈક પર અજાણ્યાં ઈસમો આવ્યા હતા અને વનીતાબેને ગળામા રહેલ ૨૩.૩૨૦ ગ્રામ વજનની સોનાની માળા કિ.રૂ. ૧,૩૦,૩૬૦ ની ઝુટવીને ચીલઝડપ કરી નાશી છૂટ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!