Thursday, December 26, 2024
HomeNewsTankaraટંકારા તાલુકાનાં નસીતપર ગામે વિદેશી દારૂની ૯ બોટલો સાથે એક શખ્સ પકડાયો 

ટંકારા તાલુકાનાં નસીતપર ગામે વિદેશી દારૂની ૯ બોટલો સાથે એક શખ્સ પકડાયો 

ટંકારા પોલીસ દ્વારા ઇગ્લીંશ દારૂની બોટલો સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. ટંકારા પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હોય, તે દરમ્યાન નસીતપર ગામે આવેલ ડેમી-૨ ના કાચા રસ્તા પર આવતા એક શખ્સ તેનું બાઈક લઇ નીકળતો હતો. જેને રોકી પોલીસે ચેક કરતા મો.સા.ની સાઇડમાં એક કાપડનો થેલો લટકાડેલ હોય, જે થેલો ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇગ્લીશ દારૂની પ્લાસ્ટીકની બોટલો નંગ 9, જે એક બોટલની કિ.રૂ. ૩૦૦લેખે કુલ કિ.રૂ. ૨૭૦૦ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ બાઈક રજી. નં. જી.જે.૦૩ .એ.એસ.૮૩૫૪ મળી કુલ કિ.રૂ. ૨૨,૭૦૦ ના મુદામાલ સાથે આરોપી જશુભાઇ ધનાભાઇ પરમાર (ઉ.વ. ૨૪, રહે. હાલ નસીતપર, ગામ, મૂળ રહે.પાવ તા.ધાનપુર, જી.દાહોદ)ને પકડી પાડી આરોપી વિરુધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!