Wednesday, December 4, 2024
HomeNewsWakanerવાંકાનેર બાઉન્ડ્રી પાસેથી આર.આર.સેલ. દ્વારા ૩૬૫ પેટી વિદેશી દારૂ પકડી પડ્યો

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી આર.આર.સેલ. દ્વારા ૩૬૫ પેટી વિદેશી દારૂ પકડી પડ્યો

વાંકાનેર : બાતમીના આધારે રનિંગ રેડ કરી વિદેશી દારૂ પકડી પડ્યો છે છતાં પણ પોલીસને હાથે પકડાઈ છે ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ટ્રકમાં સેન્ટીંગના સમાનનીચે દારૂનો જથ્થો છુપાવીને લઇ જતા બે શખ્સોને આર આર સેલની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગીં રહ્યું છે બુટલેગરો એનકેન પ્રકારે નવા નુસ્કાઓ અજમાવીને ગુજરાતમાં દારૂ ધૂસાડવામાં સફળ થાય છે ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર વાંકાનેર બાઉન્ડ્રી પરથી વિદેશી દારૂ ભરેલ ટ્રક પસાર થતો હોવાની બાતમીના આધારે આર આર સેલની ટીમે વોચ ગોઠવી રાજસ્થાનમાંથી લીલસિંહ ગુલાબસિંહ સોઢા પોતાની ટ્રક જીજે ૦૯ ઝેડ ૬૮૩૫માં દારૂ ભરી લીલસિંહ સોઢા તથા રામસિંહ લાલસિંહ ભાટી ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ટ્રકમાં સેન્ટીંગના સમાન નીચે વિદેશી દારૂનો જથ્થો છુપાવીને આરોપી મારવાડી શેઠના કહેવાથી ગુજરાતમાં ધુસાડી વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી નીકળતા આર આર સેલની ટીમે વિદેશી દારૂની બોટલ નંગ-૪૪૦૪ કીમત રૂ.૨૧,૮૧,૫૪૦ તથા ટ્રક કીમત રૂ.૧૦,૦૦,૦૦૦ તથા મોબાઈલ નંગ-૩ કીમત રૂ.૪૦૦૦ તથા રોકડ રૂ.૫૭૧૦ દારૂ છુપાવવા લીધેલ સેન્ટીગનો સામનો કીમત રૂ.૧૨૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૩૧,૯૨,૪૫૦ ના મુદામાલ સાથે લીલસિંહ અને રામસિંહને ઝડપી પાડી વાંકાનેર પોલીસે ગુન્હો નોંધી તપસ હાથ ધરી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!