મોરબી ના માળીયા નજીક પિકપ બોલેરો માં કતલ ખાને લઈ જવાતી ત્રણ ભેંસ સાથે એક શખ્સ ને ઝડપી પાડવામાં આવ્યો છે
વિગત મુજબ મોરબી ના ગૌરીક્ષકો ની ટિમો ને બાતમી મળી હયી કે મોરબી થી સિદ્ધપુર પીકપ બોલેરો નંબર GJ36T 9694 મા બાખડી જાત ની ત્રણ ભેંસો ને ક્રૂરતા પૂર્વક બાંધી ને કતલ સારું સિધ્ધપુર બાજુ લઈ જવાની છે જેના આધારે મોરબી ગૌરક્ષકો ની ટિમ એ મોરબી જિલ્લા પોલીસ કેન્ટ્રોલ મા જાણ કરી ને માળીયા ટિમ ને વોચ મા ગોઠવેલ તે દરમીયાન રાત્રે 1:45 વાગે માળીયા નજીક ઉપરોકત નમ્બર ની એક ગાડી નીકળતા અટકાવવામાં આવી હતી ત્યાર ગૌરક્ષકો દ્વારા ગાડી ના ડ્રાઈવર ની પૂછપરછ કરવામાં આવી હતી અને પશુ હેરા ફેરી કરવાની પાસ પરમીટ માંગતા ગાડી ના ડ્રાઈવરો એ સંતોષ કારક જવાબ ના આપતા ગાડી સહિત ના મુદામાલ સાથે માળીયા પોલીસ સ્ટેશન એ સોંપવામાં આવ્યો હતો .
જેમાં માળીયા પોલીસ ના સહયોગ થી આ કામગીરી સફળ બની હતી જેમાં ગૌરક્ષકો કમલેશભાઈ આહિર VHP.પ્રમુખ ) મોરબી,ચેતન ભાઈ ચન્દ્રકાન્ત ભાઈ પાટડીયા વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા જિલ્લા અધ્યક્ષ , પાર્થ મનસુખભાઈ નેસડીયા ગૌરક્ષક મોરબી શહેર, મનીષભાઈ કણજારીયા ગૌરક્ષક ,મિતરાજસિંહ પરમાર ગૌરક્ષક ,અખિલ ભારતીય નવ યુગ સંસ્થા ના સંદીપદાન ગઢવી( SPCA) ભાવનગર,સુરેન્દ્રનગર જિલ્લા ના (SPCA) રઘુભાઈ ભરવાડ લીમડી, અબોલ જીવો ની સંવેદના ન્યૂઝ ના તંત્રી સેજલ ભાઈ મેહતા, મનોજ સી બારૈયા ,સંજય ભાઈ પટેલ (હુમન રાઈટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા) ,મિલન ભાઈ (કડી ) (પીપલ ફોર એનિમલ ના સભ્ય )(હુમાન રાઈટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા સભ્ય) સહિતના જોડાયા હતા .