Saturday, May 18, 2024
HomeGujaratમોરબીના રફાળેશ્વરમાં પરિણીતાને પતિ-સાસુએ ઝેરી દવા પીવડાવી

મોરબીના રફાળેશ્વરમાં પરિણીતાને પતિ-સાસુએ ઝેરી દવા પીવડાવી

મોરબી નજીક આવેલ રફાળેશ્વર ગામે પરિણીતાને તેના પતિ તથા સાસુ દ્વારા ઝેરી દવા પીવડાવી દેવાનો બનાવ સામે આવ્યો છે, ત્યારે બનેલ બનાવમાં હાલ પરિણીતાને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

સમગ્ર બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના વાવડી ગામે રહેતા મનીષાબેન શનીભાઇ કાનાણી ઉવ.૨૪ ગતકાલ તા.૦૪/૦૫ ના રોજ રફાળેશ્વર ગામ ખાતે તેની સાસરીમા સાંજના પાચેક વાગ્યાની આસપાસમાં મનીષાબેનને તેના પતિ શનીભાઈ તથા સાસુએ ઝેરી દવા પીવડાવતા મનીષાબેનને ઝેરી અસર થતા તેને ૧૦૮ એમ્બ્યુલન્સમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પ્રાથમિક તપાસમાં ભોગ બનનાર મનીષાબેનના લગ્ન છ માસ પૂર્વે થયા હોવાનું સામે આવ્યું છે. હાલ મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.ડી.જોગેલા દ્વારા સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી, તાલુકા પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!