મુખ્યમંત્રી વિજય રૂપાણીના તથા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના સુશાસનના પાંચ વર્ષ પુરા થતા હોઈ ત્યારે સમગ્ર રાજયની સાથે મોરબી જિલ્લામાં પણ ઉજવણી કરવામાં આવશે. ઉજવણીના આયોજન માટે કલેકટર કચેરી મોરબી ખાતે કલેકટર જે.બી. પટેલના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧લી ઓગસ્ટના રોજ જ્ઞાન શક્તિ દિનની ઉજવણી અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને, ૨જી ઓગસ્ટના રોજ સંવેદના દિનની ઉજવણી અંગે નિવાસી અધિક કલેકટરને, ૪થી ઓગસ્ટના રોજ મહિલા સશક્તિકરણ દિનની ઉજવણી અંગે નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને, ૫મી ઓગસ્ટના રોજ ધરતીપુત્ર સન્માન દિનની ઉજવણી અંગે ખેતીવાડી અધિકારી તથા પી.જી.વી.સી.એસ.ના અધિકારીને, ૬થી ઓગસ્ટના રોજ યુવા શક્તિ દિનની ઉજવણી અંગે જિલ્લા રોજગાર અધિકારીને, ૭મી ઓગસ્ટના રોજ ગરીબ ઉત્કર્ષ દિનની ઉજવણી અંગે જિલ્લા પુરવઠા અધિકારીને અને ૮મી ઓગસ્ટના રોજ શહેરી જનસુખાકારી દિનની ઉજવણી અંગે મોરબી ચીફ ઓફીસરને આમ તમામ દિવસની ઉજવણી માટે નોડલ ઓફીસરોને જવાબદારી સોપી તાત્કાલીક કોવીડ ગાઇડલાઇન મુજબ કાર્યક્રમોનું આયોજન કરી વિગતો તૈયારી કરી કલેકટર કચેરીમાં રજુ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુચ્છાર, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મીતાબેન જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, જિલ્લા ખેતિવાડી અધિકીરી ડૉ.વિ.કે.ચૌહાણ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરા, જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતાબેન પટેલ, ચીફ ઓફીસર ગીરીશભાઇ સરૈયા જિલ્લા રોજગાર અધિકારી જોબાનપુત્રા સહિતના સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.