Thursday, June 8, 2023
HomeGujaratમોરબીને મળેલ મેડીકલ કોલેજનું સરકાર જ સંચાલન કરે તે અનુસંધાને કાલે ગાંધીનગરમાં...

મોરબીને મળેલ મેડીકલ કોલેજનું સરકાર જ સંચાલન કરે તે અનુસંધાને કાલે ગાંધીનગરમાં મિટિંગ યોજાશે

મોરબી જિલ્લાને મળેલ સરકારી મેડીકલ કોલેજનું સંચાલન ખાનગી રાહે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી હતી. તેવામાં આ અંગે ખોખરા હનુમાનજી ધામ ખાતે ચાલતી રામ કથામાં હાજરી આપવા આવેલ ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં જીલ્લાના આગેવાનો અને સાંસદ, ધારાસભ્યોઓએ આ નિર્ણય ઉપર ફેર વિચારણા કરવા માટે રૂબરૂ રજુઆત કરી હતી. તેના અનુસંધાને આવતીકાલે તા.૧૩–૦૪–૨૦૨૨ને બધવારના રોજ ગુજરાત રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે જીલ્લા ભાજપના આગેવાનો, સાંસદ, ધારાસભ્યઓ અને ઈન્ડીયન મેડીકલ એસોશીએશનના આગેવાનો સાથે આ મેડીકલ કોલેજનું સરકાર જ સંચાલન કરે તે અંગે બેઠક રાખેલ છે. આ બેઠકમાં મોરબી જીલ્લાની જનતાને મળેલી સવલત જનતાની લાગણીને ધ્યાનમાં રાખી જનતા તરફી નિર્ણય લેવાય તે અંગે હકારાત્મક નિર્ણય કરવા માટે મોરબી જીલ્લા ભાજપના આગેવાનો કટીબધ્ધ હોવાનું જીલ્લા મહામંત્રી અને કાર્યાલય પ્રભારી રણછોડભાઈ દલવાડીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!