મોરબી જીલ્લા પ્રભારી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડા આગામી તા. ૧૫-૪-૨૦૨૩ ને શનિવારે મોરબીની મુલાકાતે આવનાર છે. તેમજ ડો. હેમાંગભાઈ વસાવડાની આગેવાનીમાં મોરબી સર્કીટ હાઉસ ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના જણાવ્યા અનુસાર, આગામી ૧૫-૪-૨૦૨૩ ને શનિવારના રોજ બપોરે ૨:૩૦ કલાકે મોરબી જીલ્લા પ્રભારી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડા મોરબી સર્કીટ હાઉસ ખાતે ઉપસ્થિત રહેશે. તેઓ આગામી 2024 લોકસભા ચુંટણી, સ્થાનિક સ્વરાજ, નગરપાલીકા ચુંટણી અંગે માર્ગદર્શન આપશે. તેમજ કાઁગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા અને પ્રદેશ કક્ષાએથી નક્કી કરેલા કાર્યક્રમની માહિતી આપશે. જેને લઈ મીટીંગમા મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો, હોદેદારો તથા સર્વ કાર્યકર ભાઇઓ – બહેનોએ બહોળી સંખ્યામાં અચૂક હાજર રહેવા મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે.