મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આવતીકાલે મતગણતરી છે ત્યારે આજે પોલીસ દ્વારા પણ કોઈ અઘટિત ઘટના ન સર્જાય એ માટે કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં મોરબી એસપી એસ આર ઓડેદરાની સૂચનાથી ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પીઆઈ આઈ એમ કોંઢિયા દ્વારા ચૂંટણીના ઉમેદવારો સાથે મીટીંગ યોજવામાં આવી હતી અને આવતીકાલે ઉમેદવારૉની હાર જીત બાદ કાયદો વ્યવસ્થા જળવાય તેના મીટીંગ કરી શાંતિપૂર્ણ માહોલ રહે એ માટે પોલીસે સમજ આપી હતી જેમાં મોરબી નગરપાલિકા, જિલ્લા પચયાત અને તાલુકા પચયાત ના ઉમેદવારો મીટીંગ માં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મોરબી પોલીસ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી જીલ્લા ભરમાં ચેકપોસ્ટ અને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે.