મોરબીમાં વિવિધ સેવાકાર્ય થકી જાણીતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમાં જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદને મદદ કરવી, બાળકોને આનંદિત કરવા તથા વૃદ્ધાશ્રમ-દિવ્યાંગોને ભોજન કરાવી આશિર્વાદ મેળવી જન્મદિવસ ઉજવવામાં આવે છે.
ત્યારે આજે અનસ્ટોપેબલ વોરીયલ ગ્રુપના સભ્ય દયાબેન મકવાણાનો જન્મદિવસ હતો. જેથી મોરબીના અગ્નેશ્વર મહાદેવ, મયુર પુલ નીચે તથા અલગ-અલગ ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને પફનો નાસ્તો કરી દયાબેને જન્મદિવસ ઉજવ્યો હતો. આ તકે અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, પ્રભાબેન મકવાણા સહિતના ઉપસ્થિત રહીને બાળકોને નાસ્તો તથા પફનું વિતરણ કર્યું હતું.