માળીયા(મી) તાલુકાના ભાવપર ગામે રેલ્વે ફાટક નજીક રેલ્વે ટ્રેક ઉપર માનસિક અસ્વસ્થ વ્યક્તિનું ટ્રેન હડફેટે આવતા મોત નીપજ્યું હતું. હાલ માળીયા(મી) પોલીસે મૃતક વિશે પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી છે.
માળીયા(મી) તાલુકાના ભાવપર ગામે રહેતા રમેશભાઈ બચુભાઈ ચાવડા ઉવ.૪૭ નું રેલ્વે અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જેમાં ગત તા.૧૪ મેના રોજ ભાવપર ગામની રેલ્વે ફાટક નજીક રેલ્વે ટ્રેક ઉપર તેઓ ટ્રેનની હડફેટે આવી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જેના કારણે તેમનું મોત થયું હતું. ત્યારે પોલીસ તપાસમાં દેવીકાબેન સંજયભાઈ મકવાણા પાસેથી મળેલ પ્રાથમિક વિગતો મુજબ મૃતક રમેશભાઈ ચાવડા છેલ્લા પાંચેક વર્ષથી માનસિક અસ્વસ્થ હતા. જેના કારણે આ બનાવ બન્યો હોય, હાલ પોલીસે અ.મોત રજીસ્ટર કરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.






