Friday, March 29, 2024
HomeGujaratમોરબી તાલુકાના ટીંબડી ગામે ચેકડેમમાં ડૂબી જતા આધેડનું મોત

મોરબી તાલુકાના ટીંબડી ગામે ચેકડેમમાં ડૂબી જતા આધેડનું મોત

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના ટીંબડી ગામે આવેલ શકિત પેકેજીંગ પાછળ આવેલ ચેકડેમમાં પાણીમાં ડૂબી જતા દિનેશભાઈ મગનભાઈ બારૈયા (ઉ.૫૦) નામનાં આધેડનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ દોડી આવીને મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે આધેડને મૃત જાહેર કરી પીએમ કરવા તજવીજ હાથ ધરી હતી, મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની તપાસ એ.એસ.આઇ એન. જે. ખડીયા ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!