Saturday, April 20, 2024
HomeGujaratવાંકાનેરમાં બેન્કના હપ્તા ભરવાનું કહેતા આધેડ ઉપર હુમલો પોલીસ ફરિયાદ નોંધાઇ

વાંકાનેરમાં બેન્કના હપ્તા ભરવાનું કહેતા આધેડ ઉપર હુમલો પોલીસ ફરિયાદ નોંધાઇ

મહિલા સહિત બે શખ્સોએ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ

- Advertisement -
- Advertisement -

વાંકાનેરમાં બેન્કના હપ્તા ભરવાનું કહેતા મહિલા સહિત બે શખ્સોએ આધેડ ઉપર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને મહિલા સહિત બે શખ્સો સામે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ નોંધીને વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના ઈકબાલભાઇ હુશેનભાઇ કાજી (ઉ.વ.૫૨) એ આરોપીઓ નીખીલભાઇ સંજયભાઇ રાવલ તથા ભારતીબેન સંજયભાઇ રાવલ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૧૧ના રોજ ફરીયાદી તથા સાહેદ બંન્ને આરોપીઓના ધરે આર.બી.એલ બેન્કના હપ્તા ભરવા માટે કહેવા ગયા હતા. પણ આરોપીઓને આ બાબતે સારુ ન લાગતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરીયાદીને તથા સહેદને ગાળો આપી તથા સાહેદને ધક્કો મારી પાડી દીધા હતા. તથા આરોપીઓએ ફરીયાદીને માથાના ભાગે લાકડાનો ધોક્કો મારતા ઈજા થતા માથાના ભાગે ત્રણેક ટાકા આવતા તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!