મોરબીનાં વીશીપરા રેલ્વે સ્ટેશન પાછળ રહેતા પુંજાભાઇ ઉર્ફે અજયભાઇ પરથીભાઇ માંગરીયા નામના આધેડ ગત રાત્રીના સમયે સરમરીયા દાદાના મંદિર પાસે હતા. ત્યારે તેઓ અચાનક બેભાન થઇ જતા તેમના પરિવારજનો દ્વારા તેમને તાતકાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આધેડને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર ડોક્ટરે આધેડને તપાસી મૃત જાહેર કરતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.









