Tuesday, April 23, 2024
HomeGujaratમોરબીમાં નવી નક્કોર બાઇકના ચાલકે રાહદારી મહિલાને અડફેટે લેતા આધેડ મહિલાનું કમકમાટી...

મોરબીમાં નવી નક્કોર બાઇકના ચાલકે રાહદારી મહિલાને અડફેટે લેતા આધેડ મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું

મોરબીના મધુવન સોસાયટીના નાકા પાસે મોટરસાયકલ ચાલકે રોડ ક્રોસ કરી રહેલ આધેડ મહિલાને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં રાહદારી આધેડ મહિલા ગંભીર રીતે ઘવાતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતુ. અકસ્માત અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીની આનંદનગર સોસાયટી મધુવન સોસાયટી પાછળ રહેતા કમળાબા હસ્તસિંહ ઝાલા ગત તા-૨૨/૦૩/૨૦૨૩ના રોજ સાંજના સાત સાડા સાત વાગ્યા આસપાસ મધુવન સોસાયટીના નાકા પાસે હનુમાનજી ના મંદિર પાસે હાઇવે રોડ ઉપરથીપગપાળા પસાર થઇ રહ્યા હતા. ત્યારે મોટર સાયકલના રજીસ્ટ્રેશન થયેલ ન હોય તેવી મોટરસાઇકલ લઈ એક શખ્સે પોતાનું વાહન પુ૨ઝડપે ચલાવીને પગે ચાલી રોડ ક્રોસ કરતા કમળાબા હસ્તસિંહ ઝાલાને અડફેટમાં લઇ રોડ ઉપર પછાડી દેતા તેઓને માથામા તેમજ પડખાના ભાગે ગંભીર ઇજા થતા તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!