મોરબીની સાર્થક વિદ્યાલય ખાતે બનાવવામાં આવેલ અટલ ટીંકરિંગ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બાળકો આધુનિક ટેકનોલોજીને ઓળખે અને ટેક્નોલોજીના ઉપયોગ થકી નવા સંશોધન કરવા પ્રેરાય તેમજ પૂરતી સગવડતા અને માર્ગદર્શન મળી રહેએ હેતુથી લેબ સાર્થક વિદ્યાલય માંબનાવવામાં આવી છે. લેબના ઉદઘાટન પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેસભાઈ મેરજા, નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા,નર્મદા બાલઘર માં સ્થાપક ભરત ભાઈ મહેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે ટેકનોલોજીના ફાયદાઓ જણાવવામાં આવ્યા હતા.