Saturday, April 27, 2024
HomeGujaratસિધ્ધપુર પંથકમાથી લાપતા બનેલ યુવતી ટંકારા પંથકમાથી મળી આવી

સિધ્ધપુર પંથકમાથી લાપતા બનેલ યુવતી ટંકારા પંથકમાથી મળી આવી

પાટણ જિલ્લામાંથી ગુમ થયેલ યુવતીને ટંકારા પોલીસે ટંકારા તાલુકાના મિતાણા ગણેશપર રોડ પર આવેલ બાલાજી ફાર્મ પાસે શોધી કાઢી હતી.

- Advertisement -
- Advertisement -

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વાનાસણ ગામે રહેતી અંજલીબેન રમેશજી બાબુજી નામની યુવતી ગત તા.26-02ના રોજ ગુમ થઇ હતી જે અંગે કાકોશી પોલીસ મથકમાં ગુમ નોંધ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી. જે લાપતા બનેલ યુવતી ટંકારા તાલુકાના મિતાણા ખાતે ગણેશપર રોડ પર આવેલ બાલાજી ફાર્મ પાસે હોવાની પોલીસ ને જાણ થતાં પોલિસ દોડી ગઈ હતી. જ્યાં તપાસ દરમિયાન અંજલીબેન મળી આવતા પોલીસે હસ્તગત કરી ટંકારા પોલીસ સ્ટેશન લાવી આગળની ઘટતી કાર્યવાહી કરવા પોલીસ મથકે જાણ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!