Sunday, September 29, 2024
HomeGujaratમોરબીની અવની ચોકડી નજીક છોટાહાથી હડફેટે સાયકલ સવાર નેપાળી યુવકનું મોત

મોરબીની અવની ચોકડી નજીક છોટાહાથી હડફેટે સાયકલ સવાર નેપાળી યુવકનું મોત

મોરબી શહેરમાં અકસ્માતની ઘટનામાં વધુ એક વ્યક્તિ મોતને ભેટ્યો છે. જેમાં ઉમિયા સરકાકથી અવની ચોકડી જવાના રસ્તા ઉપર સાયકલ ઉપર સવાર નેપાળી યુવકને છોટાહાથી વાહનના ચાલકે હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં યુવકને માથામાં તથા વાસાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

અકસ્માતની પ્રાપ્ત માહિતી મુજબ અવની ચોકડી પાસે આવેલ મહાલક્ષ્મી એપાર્ટમેન્ટની પાર્કિંગની રૂમમાં રહેતા કેશવસીંગ ગોમરસીંગ નેપાળી ગત.તા.૨૧/૦૫ ના રોજ બપોરના સુમારે સાયકલ લઈને મોરબીના ઉમિયા સર્કલથી અવની ચોકડી તરફ આવતો હોય તે દરમિયાન સફેદ કલરનું છોટાહાથી રજી.જીજે-૩૬-વી-૨૬૧૧ ના ચાલકે સાયકલ સવાર કેશવસીંગને હડફેટે લેતા તેને માથામાં અને વાસાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેને પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ સારવારમાં લઇ જવાતા જ્યાંથી વધુ સારવારમાં રાજકોટ રીફર કરવામાં આવતા જ્યાં ટૂંકી સારવારમાં કેશવસીંગનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવમાં મૃત્યુ અંગે મૃતકના પિતરાઈ ભાઈ રમણસિંહ હરીસિંહ નેપાળી ઉવ.૨૪ ધંધો-વોચમેન દ્વારા અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં છોટાહાથીનાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!